ધારી તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:31 AM IST
Dhari News - latest dhari news 023100

ધારી તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય જે.વી.કાકડીયાની ઉપસ્થિતિમા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ફૈઝલ ચૌહાણ દ્વારા ધારી તેમજ ખાંભા પંથકમા જંગલખાતાની જોહુકમીથી ત્રસ્ત પ્રજાના પ્રશ્નો અંગે એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. બેઠકમા જણાવાયું હતુ કે ગુજરાત સરકારના ખેતીની જમીન બિનખેતીમા ફેરવવા માટેનો પરિપત્ર સામે હાઇકોર્ટમા કોઇ વાંધા અરજી ન હોવા છતા શા કારણોસર ખેડૂતોને રહેણાંક માટે બિનખેતીનુ ના વાંધા પ્રમાણપત્ર આપવામા આવતુ નથી ?. ખેડૂતોને કુવો ગાળવો, રસ્તાના પ્રશ્નો, વન્યજીવો દ્વારા થતા પાકના નુકશાન, ધારીમા વેપાર ધંધા બંધ કરાવવા જેવા અનેક પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા કરવામા આવી હતી. તાલુકાની વસતિ વધતા મકાનોની જરૂરિયાતો ઉભી થઇ છે. લોકોને કાયદાની સમજ અને લોકોના પ્રશ્નોને વાચા આપવા તાલુકા પંચાયતના નેજા હેઠળ કમિટીની રચના કરવામા આવી હતી. અને કમિટી દ્વારા જંગલખાતાને રજુઆતો કરી અને જો રજુઆતોનો નિકાલ ન આવે તો હાઇકોર્ટમા અપીલ કરવાની પણ તૈયારી બતાવી હતી. અને જો પરિપત્રની અમલવારી કરવામા નહી આવે તો ધારી ખાંભા તાલુકા ઉપરાંત નાના ગામડાઓમા રહેવાની તથા ધંધા રોજગાર ભાંગી પડવાની સ્થિતિ ઉભી થશે. જેના કારણે ધારી પંથકનો વિકાસ સંપુર્ણપણે અટકી જશે. એક તરફ સરકાર આંબરડી પાર્ક બનાવી અને પ્રવાસનને વેગ મળે તેવી વાતો થઇ રહી છે તો કયાંક એવુ ન બને કે ધારી વિસ્તારમા આવનારા દિવસોમા ફકત પ્રવાસીઓની જ હાજરી જોવા મળે અને સ્થાનિક લોકો હિજરત કરી જાય.

X
Dhari News - latest dhari news 023100
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી