તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લાઠી ગામની મહિલાએ ઝઘડાનું મનદુ:ખ રાખી ઝેરી દવા પી લીધી

લાઠી ગામની મહિલાએ ઝઘડાનું મનદુ:ખ રાખી ઝેરી દવા પી લીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઠીતાલુકામા જુદા-જુદા બે સ્થળો પર અપમૃત્યુની ઘટના બની હતી. જેમા હિરાણાના એક આધેડનુ ચક્કર આવતા પડી જતા ઇજા થતા મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઘટનામા લાઠીની મહિલાએ પતિના ભાઇ સાથે થયેલા ઝઘડાનુ મનદુખ રાખી ઝેરી દવા પી જઇ જીવન ટુંકાવ્યુ હતુ. બંને ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અપમૃત્યની પ્રથમ ઘટના લાઠી તાલુકાના હિરાણા ગામે બની હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર અહી રહેતા ધીરૂભાઇ શંભુભાઇ સરધારા (ઉ.વ.65) આજે બપોરના સમયે પોતાની વાડી પર હતા. તે દરમિયાન કુંડી પાસે પાણી પીવા ગયા હતા. જ્યા તેમને ચક્કર આવતા પડી જતા ગંભીર ઇજા પહોચી હતી. જ્યા તેમનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. બાબતે તેમના પુત્ર મુકેશભાઇએ લાઠી પોલીસ મથકમા જાણ કરી હતી.

જ્યારે અન્ય એક ઘટનામા લાઠીના મહાવીર નગરમા બની હતી. અહી રહેતા કૈલાસબેન લાલજીભાઇ ચારોલીયા (ઉ.વ.23)નો બકરો તેમના ફળીયામા છુટો રખડતો હતો. તે દરમિયાન બળદે બકરાને મારી નાખ્યો હોય જેનો ઠપકો આપવા મહિલા ગયા હતા. અને તેના પતિના ભાઇએ તેમને ઠપકો આપ્યો હોય જે બાબતનુ મનદુખ રાખી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. જ્યા તેમને સારવાર માટે પાળીયાદ હોસ્પીટલ ખસેડવામા આવી રહ્યા હતા. ત્યારે તેઓનુ રસ્તામા મોત નિપજ્યુ હતુ. બાબતે લાઠી પોલીસ મથકમા જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...