તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઠીમાં તાલુકાકક્ષાની પશુપાલન શિબિર યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશુપાલકોને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું : 300 લોકોએ શિબીરનો લાભ લીધો

લાઠીમાંપશુપાલન ખાતુ ગુજરાત રાજય અને જિ.પં. અમરેલી અને પશુ દવાખાનાના ઉપક્રમે તાલુકાકક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું હતુ. શિબિરમાં પશુપાલકોને પશુપાલનની વિવિધ યોજનાઓ, સફળ પશુપાલન અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતુ.

લાઠીમાં કડવા પટેલ સમાજ વાડી ખાતે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર યોજાઇ હતી. જિ.પં.ના સદસ્ય મયુરભાઇ આંસોદરીયાની અધ્યક્ષતામા યોજાયેલ શિબિરનું ઉદ્દઘાટન તા.પં. લાઠીના પ્રમુખ પારૂલબેન કાછડીયાએ કર્યુ હતુ. પ્રસંગે જિ.પં. સદસ્ય મધુબેન રાઠોડ તથા પંચાયતના સદસ્ય આંબાભાઇ કાકડીયા, પાલિકાના સદસ્યો, આગેવાનો, મામલતદાર પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી સોલંકી, નાયબ પશુપાલન નિયામક ડો. નરોડીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. શિબિરમાં પશુપાલકોને પશુપાલનની વિવિધ યોજનાઓ, સફળ પશુપાલન અંગે માર્ગદર્શન અપાયું હતુ. ડો. સાવલીયા દ્વારા ઓર્ગેનિક ખેતી અને પશુપાલન, ડો. દલસાણીયા દ્વારા ગાભણ પશુઓની સંભાળ અને ખોરાક તથા ડો. વઘાસીયા દ્વારા નફાકારક પશુપાલન અને બચ્ચાં ઉછેર અને ડો. ચૌધરી દ્વારા સ્વચ્છ દુધ ઉત્પાદન અંગે આધુનિક માર્ગદર્શન અપાયું હતુ. પ્રસંગે તાલુકામાથી 300 જેટલા પશુપાલક ભાઇઓ અને બહેનોએ શિબિરમાં ભાગ લીધો હતો. શિબિરને સફળ બનાવવા પશુ દવાખાનાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી. શિબિરમા આભારવિધી પશુ ચિકિત્સક ડો.કણઝારીયા દ્વારા કરાઇ હતી.

દીપ પ્રાગટ્ય કરી શિબીરનો પ્રારંભ કરવામાં આવ્યો. }કલ્પેશ ખેર

અન્ય સમાચારો પણ છે...