તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાર શખ્સોએ હુમલો કરતા પોલીસમા રાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર શખ્સોએ હુમલો કરતા પોલીસમા રાવ

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

લાઠીતાલુકાના ટોડા ગામે રહેતા આધેડ પોતાના ખેતર પર હતા. તે દરમિયાન અહી રહેતા ચાર શખ્સોએ પાણી આપવા બાબતે ગાળો આપી લાકડી વડે હુમલો કરી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે પોલીસ મથકમા ફરીયાદ નોંધાવાઇ છે.

લાકડી વડે હુમલાની ઘટના લાઠી તાલુકાના ટોડા ગામે બની હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર અહી રહેતા નનુભાઇ રવજીભાઇ સાંગાણી (ઉ.વ.60) નામના આધેડ પોતાની વાડી પર હતા. તે દરમિયાન અહી રહેતા મુકેશ નરસીભાઇ સાંગાણી, નીલેષ નરસીભાઇ સાંગાણી, મુકેશ નરસીભાઇના પત્ની અને નીલેષ નરસીભાઇના પત્ની ચારેય શખ્સોએ આધેડને ખેતરમા પાણી આપવા બાબતે ગાળો આપી લાકડી વડે માર મારી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડને ગંભીર ઇજાના કારણે સારવાર માટે સરકારી હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા. બાબતે આધેડે ચારેય શખ્સો વિરૂધ્ધ લાઠી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.મારા મારીની ધટનામાં વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.કે.જાદવ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...