• Gujarati News
  • બસના સમયમાં ફેરફાર કરવા માંગ કરાઇ

બસના સમયમાં ફેરફાર કરવા માંગ કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર-અમરેલીરૂટની એસટી બસનો સમય સાંજના સવા ચાર વાગ્યાનો હોય મુસાફરોને અગવડતા પડી રહી હતી ત્યારે પ્રશ્ને ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા વિભાગીય નિયામકને રજુઆત કરવામા આવી હતી. ખાંભા તાલુકા ભાજપના પ્રમુખ કાળુભાઇ દ્વારા એસટીના વિભાગીય નિયામકને કરવામા આવેલી રજુઆતમાં જણાવાયું હતુ કે કોડીનાર અમરેલી રૂટની એસટી બસનો સમય સાંજે 4:15 કલાકનો હોય જે વહેલો હોવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. બસનો સમય 5:15 કલાકનો કરવા માટે માંગણી કરવામા આવી હતી. એસટી વિભાગીય નિયામક દ્વારા રજુઆતને પગલે કોડીનાર અમરેલી રૂટની બસનો સમય 5 કલાકનો કરવામા આવતા મુસાફરોએ રાહત અનુભવી હતી.