તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • બેંગલુરુમાં નાફસ્કોબની બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક મળી

બેંગલુરુમાં નાફસ્કોબની બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહકારી બેંકોમા રૂ.500 અને 1000ની નોટો સ્વીકારવાની પરવાનગી બંધ કરેલ હોવા અંગે ચર્ચા

બેન્ગાલુરૂખાતે નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો-ઓપરેટીવ બેંકની બોર્ડ ઓફ ડિરેકટરોની એક બેઠક મળી હતી. નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષતામા મળેલી બેઠકમાં નોટબંધી સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યસ્થાને મળેલી બોર્ડ ઓફ ડિરેકટરની મળેલી બેઠકમાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા નોટબંધીના નિર્ણયને આવકાર્યો હતો. ઉપરાંત જિલ્લા સહકારી બેંકમા આરબીઆઇ દ્વારા જે રીતે સહકારી બેંકોમા રૂ.500 અને રૂ.1000ની નોટો સ્વીકારવાની પરવાનગી બંધ કરેલ છે તે અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.

બેઠકમાં અલગ અલગ રાજયમાથી આવેલ ડિરેકટરોએ દેશમા વર્તમાન સમયમા ચાલતી સહકારી પ્રવૃતિ અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. તકે નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ, કર્ણાટક સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન એન રજ્જના, નાફસ્કોબના એમડી ભીમા સુબ્રમણ્યમ સહિત બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...