તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • જૂનાગઢ શહેરમાં પોલીસનાં ધાડાં જોઇ લોકો અનેક અટકળ કરવા લાગ્યા

જૂનાગઢ શહેરમાં પોલીસનાં ધાડાં જોઇ લોકો અનેક અટકળ કરવા લાગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢથી બસોમાં બેસાડી રવાના કર્યા, પણ ક્યાં કોઇને ખબર નથી, ફોન પણ કરી લીધા જપ્ત

રેન્જ ડીઆઇજીએ ચાર જિલ્લાની પોલીસને બોલાવી લીધી : મોટું ઓપરેશન કે મોકડ્રીલ ?

જૂનાગઢરેન્જ આઇજીએ આજે બપોર બાદ ચાર જિલ્લાનાં સેંકડો પોલીસ કર્મીઓને રેન્જ વડામથકે બોલાવી લીધા હતા. જ્યાં તેઓનાં મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી લઇ લેવામાં આવ્યા હતા. અને બાદમાં તેઓને ખાનગી બસોમાં બેસાડી અલગ અલગ સ્થળે રવાના કરી દીધા હતા. જોકે, એવી વાત પણ મળી હતી કે, પોલીસની કોઇપણ સ્થળે ઝડપથી પહોંચવા માટેની મોકડ્રીલ માત્ર હતી. આમ છત્તાં આટલા મોટા પાયે આવી મોકડ્રીલ થઇ હોઇ પોલીસ દ્વારા કોઇ મોટું ઓપરેશન તો હાથ ધરાનાર નથીને એવી અટકળો પણ વ્હેતી થઇ હતી. જૂનાગઢ રેન્જ આઇજી રાજકુમાર પાંડિયને આજે બપોર બાદ અચાનક અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં મોટા ભાગનાં પોલીસ કર્મીઓને જૂનાગઢ બોલાવી લીધા હતા. તમામને રેન્જ કચેરી ખાતે બોલાવાયા બાદ તેઓનાં મોબાઇલ ફોન સ્વીચઓફ કરીને લઇ લેવાયા હતા. બાદમાં તેઓને 18 થી વધુ ખાનગી ટ્રાવેલ્સની બસોમાં બેસાડી વિવિધ સ્થળોએ મોકલી દીધા હતા. જોકે, ક્યાં મોકલ્યા અંગેનો કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. જૂનાગઢ શહેરમાં એકસાથે આટલા બધા પોલીસ કર્મીઓ ઉમટી પડતાં લોકોમાં પણ ભારે કુતૂહલ છવાયું હતું. એવી પણ ચર્ચા છેકે, દરિયાઇ પટ્ટીમાં મોકડ્રીલ યોજી છે. તો વળી આટલા મોટા પાયે કોઇ મોકડ્રીલ નો હોય, નક્કી નોટબંધીનાં કડક અમલ માટે પોલીસનો કાફલો ઉતારાયો હોઇ શકે એવી અટકળો પણ શરૂ થઇ ગઇ હતી. જોકે, અમુક લોકો તો દારૂનાં અડ્ડાઓ પર પોલીસ એકસાથે ઘોંસ બોલાવવાની તૈયારીઅો કરી રહ્યાની વાતો પણ વ્હેતી થઇ હતી. જોકે, શું છે હકીકત હજુ સ્પષ્ટ થઇ નથી. સવારે ખુદ ડીઅાઇજી રાજકુમાર પાંડિયનજ મોટો ધડાકો કરે એવી શક્યતા પણ સેવાઇ રહી છે. હાલ તો તમામ પોલીસ કર્મીઅોને એલર્ટ રહેવા જણાવાયું છે. મોડેથી મળતા અહેવાલો મુજબ, પોલીસ કાફલો દરિયાઇ પટ્ટી વિસ્તારમાં મોકલાયો હતો. અને બાદમાં ઇન્કમટેક્ષનાં અધિકારીઓ પણ જોડાયાનાં અહેવાલો શરૂ થયા હતા.

દરેક પોલીસ મથકેથી 20 થી 25 નો સ્ટાફ બોલાવાયો તસ્વીર-મેહુલ ચોટલીય

અન્ય સમાચારો પણ છે...