લાઠીનાં જરખીયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાલક્ષીયોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમા સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે. ત્યારે આજરોજ લાઠી તાલુકાના જરખીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમ યોજી તેની આજુબાજુના 8 થી 10 ગામોનુ કલ્સ્ટર બનાવીને લોકોના વ્યકિતગત પ્રશ્નોનુ નિવારણ એક દિવસમા કરવામા આવે છે. આવશ્યક સહાય તથા યોજનાકીય લાભો તાત્કાલિક સ્થળ પર આપવા રાજય સરકારે પારદર્શી આયોજન કરી વહિવટી તંત્રે ઝડપી અમલીકરણ કર્યુ છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામા આવેલ સેવા સેતુ કાર્યક્રમ દર અઠવાડીયે અલગ અલગ ગામમા યોજવામા આવે છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામા આવેલ કાર્યક્રમથી સરકાર લોકોને દ્વાર હોવાનુ અનુભવી શકાય છે. જરખીયા ખાતે યોજાયેલ કાર્યક્રમમા મળેલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામા આવ્યો હતો. કેટલાક પુરાવાઓના કારણે બાકી રહેલી અરજીઓનુ ટુંક સમયમા નિવારણ કરવા વહિવટી તંત્ર કટિબધ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...