તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • નોટબંધી નિર્ણયનાં સમર્થનમાં પોસ્ટકાર્ડ અને સહી ઝુંબેશ થશે

નોટબંધી નિર્ણયનાં સમર્થનમાં પોસ્ટકાર્ડ અને સહી ઝુંબેશ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાસામર્થ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારના નોટબંધીના નિર્ણયને સમર્થન આપવા અમરેલીમા પોસ્ટકાર્ડ અને સહી ઝુંબેશ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે. સામર્થ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચિંતન ઠાકરે જણાવ્યું હતુ કે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનન અમરેલી ચેપ્ટર દ્વારા ભારતની વર્ષોથી ખુબ વિકરાળ સમસ્યાઓ જેવી કે આતંકવાદ, નકસલવાદ, ભ્રષ્ટાચાર, કાળુ નાણુ વિગેરે ડામવા માટે તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલ નોટબંધી નિર્ણયને સમર્થન આપવા સહી અને પોસ્ટકાર્ડ ઝુંબેશ હાથ ધરવામા આવશે. ઉપરાંત વડાપ્રધાનની તરફેણમા રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખી રજુઆત કરવામા આવશે. સરકારના નિર્ણયને કારણે જે લોકોના ઉદ્યોગ ધંધા પર અસર પડી છે એવા વેપારી સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, અનાજ કરિયાણા, રીટેલ મર્ચન્ટ એસો, વેપારી મહામંડળ, રેડીમેઇડ ગારમેન્ટ એસો સહિત સંસ્થાઓએ કાર્યક્રમને સમર્થન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...