તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં ચક્કરગઢ રોડ નજીક ખુલ્લી જોખમી ગટરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ગ પરથી શાળાના બાળકો પસાર થતા હોય અકસ્માતની ભિતી

અમરેલીમાચક્કરગઢ રોડ ફાટક નજીક સુખનાથપરા જવાના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તેમજ આસપાસ ગંદકીના ગંજ ફેલાયા હોય અહીથી પસાર થતા રાહદારીઓ તેમજ આસપાસ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચક્કરગઢ રોડ પર ફાટક પાસે સુખનાથપરા તરફ જવાના માર્ગ પર ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તેમજ આસપાસ ભારે ગંદકી ખડકાઇ હોય અહી રહેતા લોકોને ભારે અગવડતા પડી રહી છે. ઉપરાંત અહી શાળા નજીકમા હોય અહીથી સવારે અને સાંજના સમયે અનેક બાળકો પસાર થતા હોય છે ત્યારે ગટરોના ઢાંકણા ખુલ્લા હોવાથી લોકોને અકસ્માત થવાની ભિતી પણ સતાવી રહી છે.

અગાઉ અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા અહી સફાઇની કોઇ કામગીરી કરવામા નથી આવતી જેના કારણે અહી આખો દિવસ દુર્ગધ ફેલાઇ રહી છે. અહી ગંદકી પણ છેક માર્ગ સુધી ફેલાતી હોય મચ્છરોનો પણ ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. જેને પગલે રોગચાળો ફેલાવાની પણ લોકોને ભિતી સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...