તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરરાજી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખરેએક પખવાડીયા કરતા પણ વધુ લાંબો સમય વિત્યા બાદ આજથી અમરેલી માર્કેટીંગયાર્ડનો આરંભ થયો હતો. જે ખેડૂતો ચેકથી નાણા સ્વીકારવા તૈયાર હોય તેમના માલની હરરાજી કરાશે તેવી અગાઉથી જાહેરાત કરાઇ હતી. જેના પગલે લાંબા સમય બાદ યાર્ડ શરૂ થયુ હોવા છતાં ખેતજણશોની નહીવત આવક થઇ હતી. કપાસ, તલ, ઘઉં વિગેરે મળી માત્ર 500 ક્વીંટલ ખેત જણશોની માંડ આવક થઇ હતી. જો કે કપાસની સૌથી વધુ 373 ક્વીંટલ આવક થઇ હતી. એક તરફ 500 અને 1000ની નોટો રદ થયા બાદ વેપારીઓ પાસે ખેડૂતોને ચુકવવાના નાણાની તંગી છે અને બીજી તરફ ખેડૂતો પાસે પાક તૈયાર છે. આવી સ્થિતી વચ્ચે પણ અમરેલીનું માર્કેટીંગયાર્ડ છેલ્લા એક પખવાડીયા કરતા વધુ સમયથી બંધ હાલતમાં હતું. ખેડૂતો વાહનમાં પોતાનો માલ યાર્ડમાં હરરાજી માટે લઇ આવે અને તેને રોકડ ચુકવણુ મળે તો સરવાળે ખેડૂત હેરાન થાય. વળી 500 અને 1000ની નોટ મોટી માત્રામાં હાથવગી હોવા છતાં વેપારીઓ તેનાથી ચુકવણુ કરી શકે તેમ હોય હરરાજી અટકાવી દેવાઇ હતી. પરંતુ આખરે આજે અમરેલી યાર્ડ શરૂ થયુ હતું. જો કે યાર્ડસત્તાવાળાઓએ અગાઉથી જે ખેડૂતો ચેકથી પેમેન્ટ સ્વીકારવા તૈયાર હોય તેમના માલની હરરાજી કરાશે તેવી જાહેરાત કરાઇ હોય આજે પ્રથમ દિવસે અમરેલી યાર્ડમાં ખેત જણશો નહીવત પ્રમાણમાં આવી હતી. કપાસ ઉપરાંત સફેદ અને કાળા તલ, ટુકડા અને લોકવન ઘઉં જેવી જણશોની આવક થઇ હતી. યાર્ડમાં હરરાજી માટે માલ લઇ આવનાર તમામ ખેડૂતોને વેપારીઓ દ્વારા ચેકથી ચુકવણુ કરવામાં આવ્યુ હતું. ખેડૂતોને પણ પોતાની મુશ્કેલી છે. ચેકથી પેમેન્ટ સ્વીકારી લે તો પણ મોટેભાગે તેમના ખાતા જીલ્લા બેંકોમાં છે.

કઇ કઇ ખેત જણશોની આવક થઇ ?

અમરેલીયાર્ડમાં આજે સફેદ તલની 23 ક્વીંટલ આવક થઇ હતી. ઉપરાંત કાળા તલની 30 ક્વીંટલ, ટુકડા ઘઉંની 71 ક્વીંટલ, લોકવન ઘઉંની 86 ક્વીંટલ, અડદની એક ક્વીંટલ, ચણાની બે ક્વીંટલ, કપાસની 373 ક્વીંટલ અને ગમગુવારની 3 ક્વીંટલ આવક થઇ હતી.

યાર્ડમાં ખેત જણશોની નહીવત આવક

અન્ય સમાચારો પણ છે...