• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • નર્મદા મહોત્સવ, જિલ્લાનાં 500 ગામોમાં રથ ફેરવાશે

નર્મદા મહોત્સવ, જિલ્લાનાં 500 ગામોમાં રથ ફેરવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 જુલાઇથી કાર્યક્રમનો પ્રારંભ, 15 જુલાઇએ પુર્ણ થશે

અમરેલીજિલ્લામાં આગામી તા. 6 જુલાઇથી 15 જુલાઇ દરમિયાન નર્મદા મૈયા મહોત્સવ ઉજવવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લાથના તમામ વિભાગો-કચેરી - શાખાઓના અધિકારી - કર્મચારીઓ કાર્યક્રમમાં સોંપવામાં આવેલી ફરજ બજાવશે. અમરેલી જિલ્લા માં લગભગ ત્રણ નર્મદા રથ દ્વારા રોજના રથ દીઠ ૨૦ ગામોને આવરી લઇને જુદાં-જુદાં કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં દરેક વિભાગને સાંકળી લઇને તેની યોજનાકીય જાણકારી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત ખેતી માટે ટપક અને માઇક્રો ડ્રીપ ઇરિગેશન તેમજ પાણીની બચત સંબંધી બાબતો નિષ્ણાંતો દ્વારા રજૂ કરવામાં આવશે. માર્ગદર્શન અને માહિતીસભર ફિલ્મોબ દર્શાવવામાં આવશે. સહકારી મંડળી, ડેરી, ઉદ્યોગો, મહિલાઓ, પશુપાલકો, ખેડૂતો સહિત નાગરિકો કાર્યક્રમમાં જોડાશે. અગાઉ નક્કી કરવામાં આવેલા રૂટ તેમજ સમય મુજબ યાત્રા વિવિધ સ્થિળો પર ફરશે. અલગ-અલગ સમિતિઓ અને મહાનુભાવો યાત્રા દરમિયાન મુલાકાત લેશે. જીએસપીસી દ્વારા કાર્યક્રમ સંબંધી વિગતો વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. હાઇટેક એગ્રો, માઇક્રો ઇરિગેશન અને સિંચાઇ સંબંધી અન્યએ યોજનાઓનું ઓનલાઇન રજીસ્ટ્રે શન પણ તકે કરવાની સુવિધા લાભાર્થીઓને મળી રહેશે.અમરેલી જિલ્લાાના અંદાજે ૫૦૦ ગામોમાં પાંચ નર્મદા રથ દરરોજના રૂટ પ્રમાણેના ગામોમાં ફરશે.

અન્ય સમાચારો પણ છે...