• Gujarati News
  • અમરેલીમાં 100થી વધુ ગણેશ સ્થાપન

અમરેલીમાં 100થી વધુ ગણેશ સ્થાપન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શેષનાગ, બાળ ગણપતિ, સહિતની કૃતિઓવાળી મૂર્તિઓ પંડાલમાં લાવવામાં આવી

શહેર સહિત િજલ્લામાં અબિલ ગુલાલની છોળો સાથે વાજતે ગાજતે દુંદાળા દેવની નિકળી શોભાયાત્રા

સમગ્રઅમરેલી જિલ્લામાં આજે વિધ્નહર્તા દુંદાળા દેવની આરાધનાના પર્વની ભારે આસ્થાભેર શરૂઆત થઇ હતી. ઠેરઠેર ગણેશજીની વાજતે ગાજતે શોભાયાત્રાઓ નીકળી હતી શુભમુહુર્તોમાં પંડાલોમાં ગણપતિ સ્થાપન કરવામા આવ્યુ હતુ. અમરેલીમાં સો વર્ષ કરતા વધુ સમયથી ગણપતિ ઉત્સવ ઉજવાય છે. પરંપરા જાળવી રાખી નગરજનો આગામી દસ દિવસ સુધી ગણેશ ભકિતમા લીન થશે.

અમરેલી શહેરના માર્ગો પર આજે દિવસ દરમિયાન ઠેરઠેર ગણેશજીની શોભાયાત્રાઓ નીકળી હતી. દર વર્ષની માફક વર્ષે પણ અમરેલીમાં 50થી વધુ સ્થળોએ નાના મોટા આયોજનો કરવામા આવ્યા છે. ઢોલ નગારા, બેન્ડવાજા અને ડીજેના નાદ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે શોભાયાત્રાઓ પોતપોતાના વિસ્તારોમાં વાજતે ગાજતે ફરી હતી.

અમરેલી શહેર આઝાદી પહેલા ગાયકવાડ સ્ટેટના તાબા હેઠળ હતુ જેને પગલે અહી પાછલા સો વર્ષ કરતા વધુ સમયથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામા આવે છે. અમરેલીના સુપ્રસિધ્ધ નાગનાથ મંદિર ખાતે એક સદી કરતા વધુ સમય ઉજવણીને વિતી ગયો છે. ચાલુ સાલે પણ અહી ગણેશ મહોત્સવનુ શાનદાર આયોજન થયુ છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારો, સોસાયટીઓ અને ગલી મહોલ્લાઓમાં ગણપતિ સ્થાપન કરાયુ છે. આગામી દસ દિવસ સુધી વિધ્નહર્તા દેવની નગરના લોકો આરાધના કરશે. આગામી દસ દિવસ સુધી ગણપતીજીની પૂજાઅર્ચના અને અનેક કાર્યક્રમો કરવામાં આવશે. જ્યારે અનેક ગણપતિનાં પંડાલોમાં ડાયરા અને ભજનની પણ રમઝટ બોલશે. અને ટીવી સિરીયલનાં કલાકારો પણ ગણપતી પૂજન કરશે.

િજલ્લાભરમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે લોકોએ ગણેશજીની સ્થાપના કરી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. }પ્રકાશ ચંદારાણા, કે.ડી.વરૂ, રાજુ બસીયા, પ્રવિણ ભટ્ટજી, અરૂણ વેગડા, શૈલેષ ભરાડ, જીતેશગીરી ગોસાઇ, ગૌતમ પડીયા

કુંડલામાં 181 કિલો ઘીની ગણેશ મૂર્તિનંુ આકર્ષણ

સાવરકુંડલામાંજુદાજુદા મંડળો દ્વારા આજે ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામા આવી હતી. અહીના સદ્દભાવના ગૃપ, વજલપરા, ખોડિયારનગર, પંચવટી સોસાયટી, કલ્યાણ સોસાયટી, હોથીભાઇ શેરી સહિતના વિસ્તારોમાં ગણેશ સ્થાપના કરવામા આવી છે. અહી નેસડી રોડ પર મહાશકિત યુવા ગૃપ દ્વારા 181 કિલો ઘીમાંથી ગણેશજીની પાંચ ફુટ ઉંચી મુર્તિ બનાવવામા આવી છે. મુર્તિએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ ; નિવિઘ્નમ કુરૂમેદેવ સર્વ કાર્યે ષુ સર્વદા | 10 દિવસ સુધી ભાવિકો રહેશે ગણેશ ભક્તિમાં લીન

પાંચ હજાર છાત્રાઓએ કર્યુ સ્થાપન

અમરેલીનાલેઉવા પટેલ શૈક્ષણિક સંકુલમાં પણ ગણેશ મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયુ છે. અહી પાંચ હજાર કરતા વધુ છાત્રાઓએ આજે વાજતે ગાજતે ગણેશ મહોત્સવનો આરંભ કર્યો હતો. અને પુજા અર્ચના કરવામાં આવી હતી.

શહેરમાં કયા કયાં થયું આયોજન ?

અમરેલીશહેરમાં સુપ્રસિધ્ધ નાગનાથ મંદિર ઉપરાંત સારહી યુથ કલબ, કેરિયારોડ, જેશીંગપરામા જુદાજુદા સ્થળે, બ્રાહ્મણ સોસાયટી, ચોરાપા, ચિતલરોડ, ઓમનગર, ચકકરગઢ રોડ, સરદારનગર, મણીનગર વિગેરે વિસ્તારમાં ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.

રાજુલામાં ગણેશજીની સ્થાપના

રાજુલાપંથકમાં આજે ગણપતિ બાપ્પા મોરીયાનો નાદ ગુંજી ઉઠયો હતો. શહેરમાં જુદાજુદા ગૃપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે આજે વાજતે ગાજતે શહેરમાં ગણેશજીની શોભાયાત્રાઓ નીકળી હતી. આગામી દિવસોમાં અનેક કાર્યક્રમો કરવામાં આવશે.