• Gujarati News
  • વડીયા શહેરમાં પાંચમીએ પાટીદારોનું વિશાળ સંમેલન

વડીયા શહેરમાં પાંચમીએ પાટીદારોનું વિશાળ સંમેલન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનામતનીમાંગ સાથે રાજ્યભરમાં વ્યાપેલુ પાટીદાર સમાજનું આંદોલન અમરેલી જીલ્લામાં પણ પ્રવેશ્યુ છે ત્યારે વડીયામાં પણ પાટીદાર સમાજનું સંમેલન યોજાશે. આગામી પાંચમી ઓગષ્ટે વડીયામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકઠા થઇ મામલતદારને આવેદનપત્ર પાઠવશે.

અમરેલી જીલ્લામાં પાટીદાર સમાજની મોટી વસતી છે. ત્યારે સ્વાભાવિક રીતે પાટીદારોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં લડત વધુ ઝડપથી પ્રસરવાની છે. હાલમાં અમરેલી જીલ્લાના દરેક તાલુકામાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે સંમેલન બોલાવવાનું આયોજન થઇ રહ્યુ છે. જે અંતર્ગત આગામી પાંચમી ઓગષ્ટે વડીયા ખાતે સંમેલન બોલાવવાનું નક્કી કરાયુ છે. લડત સમિતિના સુત્રોએ જણાવ્યુ હતું કે બુધવારે વડીયા ઉપરાંત આસપાસના 20 ગામના લોકો અહિં ઉમટી પડશે.

અહિં વડીયામાં પાટીદારોનું સંમેલન કૃષ્ણપરામાં આવેલી લેઉવા પટેલ સમાજની વાડી ખાતે યોજાશે અને ત્યારબાદ અહિંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર અપાશે તેમ લડત સમિતિના કન્વીનર ધર્મેન્દ્રભાઇ પાનસુરીયા, રામુભાઇ જોગાણી, પરેશભાઇ કોટડીયા અને દિલીપભાઇ શીંગાળાએ જણાવ્યુ હતું.