તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાંથી જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાંસિવીલ હોસ્પિટલ નજીક જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ અહી ત્રાટકી હતી. અહી જાહેરમા જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને પોલીસે કુલ રૂપિયા 5400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહી સિવીલ હોસ્પિટલ નજીક જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે અહી જુગાર અંગેનો દરોડો પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા મેહુલ કેશુ મકવાણા, બાબુ રામ ચાવડા તેમજ ચંદુ સોલંકી નામના શખ્સોને ઝડપી લીધા હતા.

પોલીસે અહીથી કુલ રૂપિયા 5400નો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એલ.દાફડા ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી સહિત જિલ્લામા જુગારની બદીઓ છેલ્લા કેટલાક સમયથી ફુલીફાલી રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા અવારનવાર જુગારીઓને ઝડપી લેવામા આવે છે તેમ છતા પ્રવૃતિ નિરંતર ચાલતી રહે છે. ઉલ્લેખનીય છે કે, સાતમ-આઠમ સહિતનાં તહેવારો નજીકમાં છે ત્યારે પત્તાપ્રેમીઓ જુગાર માંડીને બેઠા હોય પોલીસે દરોડો પાડીને ત્રણને ઝડપી લઇ રંગમાં ભંગ પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો