તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદ અને બીલખામાં 3 એસટી બસમાં તોડફોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊનાપંથકની ઘટનાને પગલે આક્રોષિત દલિત સમાજનાં ટોળાએ મંગળવારે કેશોદમાં એક બસ અને બીલખામાં બે બસ પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડયું હતું.

મોટાસમઢીયાળા ગામની ઘટનાને પગલે દલિત સમાજનાં ટોળાએ મંગળવારે કેશોદનાં માંગરોળ રોડ પર નાનીઘંસારીનાં પાટીયા પાસે અમરેલી - માંગરોળ રૂટની બસ નં.જીજે-11-યુ-8692ને રોકાવી જય ભીમનાં નારા સાથે પથ્થરમારો કરી કાચ તોડીને અંદાજે 15 હજારની નુકસાની પહોંચાડયાની અજાણ્યા 7 થી 8 શખ્સો વિરૂધ્ધ માંગરોળ ડેપોનાં કર્મી અસલમખાન પઠાણે ફરિયાદ નોંધાવી છે. જયારે બીલખા દલિતવાસ પાસે ત્રણ થી ચાર શખ્સોએ બગદાણા - જૂનાગઢ રૂટની બસ નં.જીજે-18-વાય- 8923 પર પથ્થરમારો કરી 10 હજારનું નુકસાન કર્યાની ડ્રાઇવર કિરીટભાઇ ડાયાભાઇ સોંદરવાએ ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત ભલગામ પાસે પણ બગદાણા - ધોરાજી રૂટની બસ પરપથ્થરમારો કરી નુકસાન પહોંચાડાયું હતું. તોડફોડની ઘટનાનાં પગલે કેશોદ એસટી ડેપો દ્વારા મંગળવાર અને બુધવાર એમ બે દિવસ 22 એકસપ્રેસ, 162 લોકલ મળી કુલ 184 રૂટો સદંતર બંધ રાખવામાં આવશે. પોલીસ બંદોબસ્ત હેઠળ કેશોદમાં 50 અને વંથલી ડેપોમાં 20 બસો રાખી દેવામાં આવી હોવાનું ડેપો મેનેજર અશોક રાજકોટીયાએ જણાવ્યું હતું. ડેપોની બસો 14,152 કિમીનું અંતર કાપે છે જે બે દિવસ સદંતર બંધ રહેશે. મુસાફરો અને વિદ્યાર્થીઓને તંગ વાતાવરણમાં શકય હોય ત્યાં સુધી મુસાફરી કરવા અપીલ કરી છે. એસટી રૂટો બંધ થતાં ખાનગી વાહન ચાલકો આંધળી લુંટ ચલાવી રહયાંની લોકોમાંથી ફરિયાદો ઉઠી છે.

અમરેલી - માંગરોળ રૂટની બસ કેશોદ ડેપોએ આવવાને બદલે સીધી બાયપાસેથી જતાં પથ્થરમારાની ઘટના બની હતી. સલામતીનાં ભાગરૂપે જો ડેપોમાં બસને અટકાવી દેવાઇ હોત તો નુકસાન થાત.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો