તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • વડીયામા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડીયામા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદન પાઠવાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાબાના સમઢીયાળા ગામે દલિત યુવકો પર થયેલા અમાનુષી અત્યાચારની ઘટનાના સમગ્ર રાજયમા ઘેરા પડઘા પડયા છે. ત્યારે આજરોજ વડીયામા પણ દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરવામા આવી હતી. વડીયામા પણ આજરોજ દલિત સમાજ દ્વારા એકઠા થઇ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતુ. દલિત સમાજના આગેવાનો મામલતદારને આવેદનપત્ર પાઠવવા જઇ રહ્યાં હોય પરંતુ મામલતદાર અમરેલી જવા નીકળી ગયા હોય નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવાની આનાકાની કરી હતી. મામલો થોડી વાર માટે ગરમ થઇ ગયો હતો અને દલિત સમાજ દ્વારા અહી જય ભીમના નારા લગાવ્યા હતા. બાદમાં અહી પીએસઆઇ ગોસાઇએ સમય સુચકતા વાપરી મામલતદારને તુરત ટેલીફોન કરી પરત બોલાવી લીધા હતા અને બાદમાં દલિત સમાજ દ્વારા તેમને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરવામા આવી હતી. આવેદનમા જણાવાયું હતુ કે સમઢીયાળામા સવર્ણ સમાજના ગૌરક્ષકો દ્વારા દલિતો ઉપર બેરહેમીથી અત્યાચાર ગુજારવામા આવ્યો છે જેને સખત શબ્દોમા વખોડી કાઢવામા આવ્યો હતો. અહી ચેતનભાઇ દાફડા, એન.બી.રાઠોડ, બઘાભાઇ મયાત્રા, ખોડાભાઇ રાઠોડ, ભીખુભાઇ સહિતના આગેવાનોએ આવેદન પાઠવી ઘટનામા દોષિતોને કડકમા કડક સજા ફટકારવામા આવે તેવી માંગણી કરી હતી.

જવાબદારો સામે કડક પગલા લેવા માંગ કરાઇ તસ્વીર- જીતેશગીરી ગોસાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો