Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલીની સ્કુલમાં ફન સન્ડે કાર્યક્રમ ઉજવાયો
અમરેલીમાંડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા ડે સ્કુલ તેમજ ચંપાબેન હરિભાઇ ગજેરા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ફન સન્ડે કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.
અમરેલી જિલ્લા વિદ્યાસભા સ્કુલના હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે ફન સન્ડે ઉજવવામા આવ્યો હતો. શાળાના ધોરણ 5 થી 9ના હોસ્ટેલના વિદ્યાર્થીઓને અહીના કામનાથ મહાદેવ મંદિર ખાતે મનોરંજન માટે આનંદ મેળામા જવા આયોજન કરાયુ હતુ. સંસ્થાના ધોરણ 5 થી 9ના આશરે 900 થી 1000 બાળકો તથા વિદ્યાર્થીઓએ હાફ ડે પિકનીકનો લાભ લીધો હતો.
આનંદ મેળામા તમામ વિદ્યાર્થીઓએ જુદીજુદી રાઇડ્સનો આનંદ માણ્યો હતો તેમજ ચિજવસ્તુઓના સ્ટોલ તેમજ કામનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો. હાફ ડે પિકનીકનો મુખ્ય હેતુ કોઇપણ વ્યકિત જીવનથી કંટાળી જાય અને થાક દુર કરવા માટે સ્ફુર્તી અને તાજગીનો અનુભવ કરવા માટે તેમજ શિક્ષણના ભાગરૂપે પિકનીકનું આયોજન કરવામા આવ્યું હતુ.
વિદ્યાર્થીઓએ વિવિધ રાઇડસનો લ્હાવો લીધો. તસ્વીર- ભાસ્કર