તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • ચિતલ રોડ પર ટીયર ગેસનાં શેલ છોડાયા : પોલીસનો લાઠીચાર્જ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિતલ રોડ પર ટીયર ગેસનાં શેલ છોડાયા : પોલીસનો લાઠીચાર્જ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાંબપોરના સમયે ચિતલ રોડ પર ટોળા દ્વારા પત્થરમારો કરાતા કુલ પોલીસ કર્મીઓ ઘાયલ થઇ જતા આખરે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. અહિં ટીયરગેસના સેલ છોડવા ઉપરાંત પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. જેમાં દલીત યુવાનો અને મહિલાઓ ઘાયલ થઇ હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં તો છમકલા થયા હતાં પરંતુ અહિંના ચિતલ રોડ પર તો જાણે સમરાંગણ સર્જાયુ હતું. કારણ કે બેકાબુ બનેલા ટોળા દ્વારા ચારેય તરફ તોડફોડ અને પત્થરમારો તો કરાયો હતો પણ પોલીસકર્મીઓને પણ હડફેટે લેવાયા હતાં. મૃત્યુ પામેલા પોલીસ જવાન પંકજભાઇ અમરેલીયા ઉપરાંત જીલ્લા પોલીસ વડા, તાલુકા પીએસઆઇ સહિત છને ઇજા પહોંચી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા બેકાબુ ટોળાને કાબુમાં લેવા માટે ટીયરગેસના બે સેલ છોડવામાં આવ્યા હતાં. ત્યારબાદ પણ પરિસ્થિતી કાબુમાં આવતા આખરે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસે લાકડીઓ વિંઝતા 20 જેટલા દલીત યુવાનો અને મહિલાઓને ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો