તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી અજંપા વચ્ચે સજ્જડ બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યાયની માંગ સાથે માર્ગો પર દલીતોની વિશાળ રેલી નિકળી

આમતો દલીત સમાજની રેલી શહેરની બજારોમાં વેપારીઓને બંધ પાળવા માટે નિકળી હતી. પરંતુ કેટલાક ટીખળી તત્વોએ દરમિયાન ઠેક ઠેકાણે પત્થરમારો કર્યો હતો. બસસ્ટેન્ડ ચોક, શહેરની મેઇન બજાર અને ચિતલ રોડ પર અનેક સ્થળે પત્થરબાજી થઇ હતી. ક્યાક વાહનોમાં પણ તોડફોડ કરાઇ હતી જો ક્યાક બોર્ડ અને કચરાપેટી જેવી વસ્તુઓમાં પણ તોડફોડ થઇ હતી.

દલીત સમાજના યુવાનો દલીતો પર થતા અત્યાચારનો વિરોધ અને ન્યાય માટે રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ઉનાની ઘટનાને પગલે તેમનુ વિરોધ પ્રદર્શન અને માંગણીઓ ન્યાયી પણ હતી. પરંતુ કેટલાક ટીખળી તત્વોએ અમરેલીમાં તેમના પ્રદર્શનને હિંસક બનાવી દીધુ હતું. જેના કારણે ઠેકઠેકાણે નુકશાન પણ થયુ હતું. એસટીમાં પત્થરમારા ઉપરાંત શહેરમાં અનેક સ્થળે પત્થરમારાની ઘટના બની હતી. બસસ્ટેન્ડ પાસે પત્થરોના ઘા મારી કેટલીક દુકાનો બંધ કરાવાઇ હતી. તો મેઇન બજારમાં પણ છુટાછવાયા વિસ્તારોમાં પત્થરોના માર મારી ક્યાક કાચ ફોડાયા હતા તો ક્યાક બોર્ડમાં તોડફોડ કરાઇ હતી. લાયબ્રેરી ચોકમાં એસબીઆઇના ગેઇટ પર પણ પત્થરના ઘા મરાયા હતાં અને એક દુકાનમાં કાચની તોડફોડ કરાઇ હતી. ચિતલ રોડ પર તો ટોળાએ રીતસર આંતક મચાવ્યો હતો. અહિં ઠેકઠેકાણે પત્થરબાજી કરાઇ હતી અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દેવાયો હતો. ખુદ પોલીસકર્મીઓ પર પણ બેફામ પત્થરમારો કરાયો હતો અને પોલીસ વડા પણ ઘાયલ થઇ ગયા હતાં. ચિતલ રોડ પર ડીવાઇડર પર લગાવાયેલા જુદા જુદા બોર્ડ ઉખાડીને ફેંકી દેવાયા હતાં. રસ્તાના કાંઠે પડેલી કચરાપેટીઓને ઉચકીને રસ્તા વચ્ચે ફેંકી દેવાઇ હતી.

રૂટ બદલી રેલી ચિતલ રોડ પર લઇ જવાઇ

અમરેલીનાડીવાયએસપી શર્માએ આજે પત્રકારોને જણાવ્યુ હતું કે નવચેતન વાળા તરફથી દલીત સમાજની રેલીનું આયોજન કરાયુ હતું. શરૂઆતમાં તો 150 લોકો રેલીમાં હતાં. એસટી સ્ટેન્ડ આસપાસ તોડફોડ કરાઇ હતી. જેને કાબુમાં લેવાયા બાદ રૂટ બદલીને રેલી ચિતલ રોડ તરફ લઇ જવાઇ હતી. જ્યાં ભારે પત્થરમારો કરાતા ટીયરગેસ સેલ છોડી લાઠીચાર્જ કરાયો હતો. ટોળાએ હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ પર પત્થરમારો કરતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તસ્વીરો:પ્રકાશ ચંદારાણા

ઘાયલ પોલીસકર્મીઓના નામ

1જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ

2 તાલુકા પીએસઆઇ આર.બી.ગોજીયા

3 સીટી ડી સ્ટાફના મનીષદાન નિર્મળદાન ગઢવી

4 ટ્રાફિક બ્રિગેડના અંકુરભાઇ ભોળાભાઇ ધાખડા

5 ટ્રાફિક બ્રિગેડના ઘુઘાભાઇ ગોબરભાઇ રબારી

પોલીસલાઠીચાર્જમાં ઘવાયેલા દલિતો

1કાંતી મુળજી વાળા (ઉ.વ.35) સાવરકુંડલા

2 ભાનુબેન મુળજી વણજારા (ઉ.વ.30) નિંગાળા-2

3 માધા પાલા દાફડા (ઉ.વ.42) સરસીયા

4 ઉમેશ અરજણ પરમાર (ઉ.વ.25) ધોળાદ્રી

5 રમેશ ભગવાન બાબરીયા (ઉ.વ.20) ધારેશ્વર

6 વિઝુંડા રમેશ રાઘવ (ઉ.વ.25) ધારેશ્વર

7 જયા રામજી વણજારા (ઉ.વ.36) નિંગાળા

8 વિનોદ ગોવિંદ વણજારા (ઉ.વ.20) નિંગાળા

9 રોહિત અરજણ પટણી (ઉ.વ.50) અમરેલી

10 શોભાબેન રમેશ પરમાર (ઉ.વ.45) દેવળીયા

11 નારણ કરશન વણજારા (ઉ.વ.35) નિંગાળા

12 રાજુ પીઠા મહિડા (ઉ.વ.21) અમરેલી

13 મગન ખીમજી રાઠોડ (ઉ.વ.39) અમરેલી

14 મંજુલાબેન ભીમજી વણજારા (ઉ.વ.35) નિંગાળા

15 ભાનુબેન હસુ વણજારા (ઉ.વ.35) નિંગાળા

16 શૈલેષ ખોડા વાળા (ઉ.વ.30) લોર

17 લાલજી રમેશ સોલંકી (ઉ.વ.20) ખીજડીયા કોટડા

18 ભીખા કમા સોલંકી (ઉ.વ.45) ખીજડીયા કોટડા

19 અરજણ નાનજી વિઝુંડા (ઉ.વ.50) ઘોઘાવદર

રેન્જ આઇજી પણ દોડી આવ્યા

પત્થરમારામાંઘાયલ પોલીસકર્મીના મોતની ઘટના બાદ ખુદ રેન્જ આઇજી પણ અમરેલી દોડી આવ્યા હતાં અને સમગ્ર પરિસ્થિતી પર ચાંપતી નઝર રાખી હતી. અહિં એસઆરપીની વધારાના પોલીસકર્મીની ટુકડીનો પણ બંદોબસ્ત જાળવી રખાયો છે.

કલેક્ટરકચેરીમાં પણ સઘન બંદોબસ્ત

પત્થરમારાઅને ચિતલ રોડ પર મોટી બબાલ સર્જાયાને પગલે અમરેલીની કલેક્ટર કચેરીમાં પણ પોલીસકર્મીઓનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો