• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સંતાનોને શાળા કોલેજોમાં પણ નહી મોકલે : આગેવાનોની બેઠકમાં નિર્ણય

સંતાનોને શાળા-કોલેજોમાં પણ નહી મોકલે : આગેવાનોની બેઠકમાં નિર્ણય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતાનોને શાળા-કોલેજોમાં પણ નહી મોકલે : આગેવાનોની બેઠકમાં નિર્ણય



પાટીદારસમાજ દ્વારા અનામતની માંગ સાથે રાજ્યભરમાં આંદોલનના મંડાણ કરાઇ રહ્યા છે ત્યારે આંદોલનની આગ હવે અમરેલી સુધી પહોંચી ચુકી છે. અમરેલીમાં આગામી 10મી તારીખે પાટીદારોનું મહા સંમેલન બોલાવાયુ છે ત્યારે આંદોલનની રણનિતી ઘડવા માટે આજે અમરેલીમાં પાટીદાર આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં મહારેલીના દિવસે પાટીદાર સમાજ દ્વારા તમામ કામ ધંધા બંધ રાખવા તથા તે દિવસે પોતાના બાળકોને શાળાએ મોકલવા નિર્ણય લેવાયો હતો.

અમરેલી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે લડતને વધુને વધુ ઉગ્ર બનાવાઇ રહી છે. પાટીદાર અનામતના મુદે જીલ્લા આંદોલન સમિતિ દ્વારા લડતના વિવિધ તબક્કાનું એલાન કરાયુ છે. જે અંતર્ગત 10મી ઓગષ્ટના રોજ અમરેલીમાં 30 હજારથી વધુ પાટીદારો ઉમટી પડશે. દરેક તાલુકામાંથી પાટીદાર સમાજના લોકો અહિં ઉપસ્થિત રહી રેલી કાઢી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવશે. દરમીયાન તે અંગેના આયોજન માટે સમિતિના અધ્યક્ષ દિનેશભાઇ બાંભરોલીયા અને યુવા પાંખના કન્વીનર પ્રોફેસર હરેશ બાવીશીની ઉપસ્થિતીમાં આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં ડાયમંડ એસોસીએશન઼, ઓઇલ મીલ એસોસીએશન, પટેલ સમાજના પદાધિકારીઓ વિગેરે આગેવાનોએ મહા રેલીના દિવસે કામધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...