• Gujarati News
  • દોઢ વર્ષ જેટલો સમય વિતી જતાં કલેકટરને રજૂઆત

દોઢ વર્ષ જેટલો સમય વિતી જતાં કલેકટરને રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢ વર્ષ જેટલો સમય વિતી જતાં કલેકટરને રજૂઆત



અમરેલીજિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનોએ રાજય સરકાર દ્વારા રેવન્યુ તલાટી મંત્રીની 1500 જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટે પરીક્ષા પરીક્ષા આપી હતી. પરંતુ દોઢ વર્ષ જેટલો સમયગાળો વિતી ગયો હોવા છતા હજુ સુધી ઉર્તિણ થયેલા ઉમેદવારોને નિમણુંક આપવામા આવતા ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. રેવન્યુ તલાટી મંત્રીની પરીક્ષામાં ઉર્તિણ થયેલા ઉમેદવારોએ કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતુ કે સરકાર દ્વારા 1500 ખાલી પડેલી જગ્યાઓ માટે તા. 16/2/14ના રોજ લેખિત પરીક્ષા લેવામા આવી હતી. બાદમાં 10/10/14ના પરીક્ષાર્થીઓનું મેરીટ લીસ્ટ બહાર પાડવામા આવેલ અને બાદમાં તા. 17/10/14થી ડોકયુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પાંચ દિવસ સુધી ચાલી હતી. પરંતુ બાદમાં હજુ સુધી ઉર્તિણ થયેલા ઉમેદવારોને નિમણુંક આપવામા આવતા મુશ્કેલીમાં મુકાયા છે.

રજુઆતમાં વધુમાં જણાવાયુ હતુ કે 18 માસ જેટલો સમય વિતી ગયો હોવા છતા હજુ સુધી નિમણુંક આપવામા આવતા બેરોજગાર ઉમેદવારો વિકટ સ્થિતીમાં મુકાયા છે.