માવઠાની આગાહીને પગલે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી યાર્ડમાં બે દિવસ સુધી ખેડૂતો માલ નહી લાવે

અરબીસમુદ્રમા ઉભા થયેલા ચક્રાવાતને પગલે હાલમા માવઠાનો માહોલ હોય અમરેલી યાર્ડના સતાવાળાઓએ આગામી બે દિવસ સુધી ખેડૂતોને યાર્ડમા માલ લાવવા અપીલ કરી છે.

અમરેલી માર્કેટીંગયાર્ડમા હાલમા કપાસ અને મગફળીની ધુમ આવક થઇ રહી છે. મગફળીનો મોટો જથ્થો અહી હંમેશા ખુલ્લામા પડયો હોય છે. માવઠાની સ્થિતિને લીધે સાવચેતી ખાતર આજે અમરેલી યાર્ડના સતાવાળાઓએ આગામી તારીખ 5 અને 6ના રોજ ખેડૂતોને માલ લાવવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે અમરેલીમા છુટાછવાયા છાંટા પડયા હતા. સાંજ સુધીમા અમરેલી યાર્ડમા ખુલ્લામા પડેલા મગફળીનો મહદઅંશે નિકાલ કરી દેવાયો હતો. મગફળીનો ખુલ્લામાં પડેલા જથ્થા પર વરસાદી ઝાપટાં પડે તો મોટા પાયે મગફળીને નુકશાન થાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...