તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગેશ્રીનાં યુવકને બે શખ્સોએ લમધાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગેશ્રીમાંઆવેલી પંચરની દુકાનદારને અહી રહેતા બે શખ્સોએ પોતાની ગાડીમાં બેસાડી દુર લઇ જઇને કહ્યુ કે અમારા ફોટા વોટ્સઅપમાં કેમ મુકે છે. તેમજ કહીતે શ્રમીકને બે શખ્સોએ લાફા અને ઘુસ્તા મારીને મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમાં રહેતા કાળાભાઇ ઉકાભાઇ બારૈયા જે યુવાનને અહી પંચરની દુકાન આવેલી છે. ત્રણ દિવસ પહેલા અહી રહેતા બાબા દાદા વરૂ અને કનુ બાલુ વરૂ નામના બે શખ્સોએ આવીને યુવાનને પોતાની કારમાં બેસાડીને થોડે દુર લઇ ગયા હતા. બાદ શખ્સોએ યુવાનને કહ્યુ કે તું અમારા ફોટા વોટ્સઅપમાં કેમ મુકે છે. જેથી યુવાને કહ્યુ કે મે તમારા ફોટા નથી મુકેલ.આ બન્ને માથાભારે શખ્સોએ ઉશ્કેરાઇને યુવાનને ગાળો આપીને લાફા અને ઘુસ્તા મારીને મુઢ ઇજાઓ કરી હતી. તેમજ યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી. બાદ યુવાને ગઇકાલે નાગેશ્રી પોલીસ મથકમાં તમામ હકીકત જણાવીને બન્ને વિરૂધની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બન્ને સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...