તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રાજીવ જેવી પર્સનાલિટી રાહુલની નથી, બોલવાની છટા પણ અલગ છે

રાજીવ જેવી પર્સનાલિટી રાહુલની નથી, બોલવાની છટા પણ અલગ છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યભાસ્કરે એક અનોખો પ્રયોગ કર્યો છે. જેમાં જૂનાગઢનાં 80 વર્ષીય પીઢ રાજકારણી અને પૂર્વ સાંસદ નાનજીભાઇ વેકરીયાને રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીની સરખામણી માટે નિમંત્રણ પાઠવાયું હતું. તેમણે રાહુલ ગાંધીની છેલ્લી 3 સભાઓ અને અત્યાર સુધીનું રાહુલનું નિરીક્ષણ કરીને તેના પિતા સાથેની સરખામણી કરી હતી. જેમાં અમુક રોચક વાતો બહાર આવી હતી. ખાસ કરીને તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની પર્સનાલિટી રાજીવ ગાંધી જેવી નથી. 1985 માં ચૂંટણી વખતે રાજીવ ગાંધી ચૂંટણી પ્રચાર માટે સોમનાથ આવ્યા હતા. અને બાદમાં અમરેલી ગયા હતા. ત્યારે આટલા વર્ષો બાદ તેમનો પુત્ર રાહુલ ગાંધી બરાબર એજ રીતે પહેલાં સોમનાથ અને બાદમાં અમરેલી જશે.1) પર્સનાલિટી: રાજીવનીપર્સનાલિટી રાહુલ ગાંધી કરતાં અલગજ હતી. તેમના ચહેરા પર સૌમ્યતા હતી. અને એક રોયલ પર્સનાલિટી હતી. જ્યારે રાહુલ ગાંધી એક કોમન મેન જેવો લાગે છે.

2)બોલવાની રીત : રાજીવનીબોલવાની ઢબ રાહુલ કરતાં સારી હતી. જે પણ વાત કરે તેનાથી લોકો પ્રભાવિત થઇ જતા. તેને લોકો સાથેનો વ્યવહાર પણ અદ્ભુત હતો. જ્યારે રાહુલની બોલવાની રીત આક્રમક છે. પરંતુ રાજીવ જેવી પ્રભાવી નથી.3) ચાલવાનીરીત અને બોડી લેંગ્વેજ : રાજીવનીચાલવાની ઢબ એક મહારાજા જેવી હતી. તેમની બોડી લેંગ્વેજ પણ રાહુલથી અલગ હતી. રાહુલની ચાલવાની રીત સમજાતી નથી. ક્યારેક એવું લાગે ચાલે છે કે દોડે છે ω4) અસરકારકતા: રાજીવગાંધી ઓછું બોલનાર હતા છત્તાં ઇફેક્ટીવ વધુ હતા. તેની સામે રાહુલ ગાંધીની રજૂઆતની શૈલી આક્રમક છે. પરંતુ પિતાની જેમ આકર્ષક નથી. જોકે, તે જોશ, ઝનુન લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કરે પીઢ અગ્રણી પાસે કરાવી રાજીવ-રાહુલની સરખામણી

અન્ય સમાચારો પણ છે...