જય વેલનાથ સમુહ લગ્ન સમિતી દ્વારા 16મો લગ્નોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમાંઆગામી તા. 11 ફેબ્રુઆરીના રોજ અમરેલી શહેરમાં નિયમિત રીતે સફળતા પૂર્વક સમૂહ લગ્ન આયોજિત કરતી જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 16માં ચુવાળીયા કોળી ઠાકોર સમાજના મર્યાદિત સંખ્યામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસંગમાં સંતો, મહંતો, વડીલો, રાજસ્વી તથા સમાજ અગ્રણીઓ તથા આમંત્રિત મહેમાનો તેમજ વિવિધ સેવા આપનાર યુવા ગ્રુપોની હાજરીમાં સમૂહલગ્ન યોજવામાં આવશે. સમાજના પૂજનીય આરાધ્ય સંત વેલનાથજીનું જીવન એજ એમનો સંદેશને શ્રધ્ધા સાથે જોડીને અનેક સેવાકીય પ્રવૃત્તિ માનવ સાંકળ રચીને સમિતિ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...