મહતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીપંથકમા બે દિવસ પહેલા અરબી સમુદ્રમા ઉદ્દભવેલ વાવાઝોડાને પગલે વાતાવરણમા પલટો આવ્યો હતો અને શહેર ઠંડુગાર બની ગયુ હતુ. જો કે વાવાઝોડુ સમી ગયુ છે તેમ છતા હજુ પણ શહેર ઠંડુગાર બની ગયુ છે. બપોરબાદ સુર્યનારાયણના દર્શન થતા લોકોએ રાહત અનુભવી હતી.

અમરેલી શહેરમા ઠંડક ફરી વળતા લોકો ધ્રુજી ઉઠયા હતા અને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડયો હતો. આજે શહેરનુ મહતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતુ. ઠંડીને પગલે રાત્રીના સમયે બજારોમા ઠેરઠેર તાપણાઓ પણ જોવા મળી રહ્યાં છે. થોડા દિવસ પહેલા અહી ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી નીચો ઉતરી ગયો હતો. હાલ કડકડતી ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યાં છે. બે દિવસ પહેલા વાવાઝોડાને પગલે સમગ્ર શહેરમા ઠંડક પ્રસરી વળી હતી અને પવનના સુસવાટાના કારણે લોકો થરથર કંપી ઉઠયાં હતા.

અન્ય સમાચારો પણ છે...