તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પુત્ર આપવા બાબતે સસરાના ગાડીના કાચ પણ ફોડી નાંખ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્ર આપવા બાબતે સસરાના ગાડીના કાચ પણ ફોડી નાંખ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટકોટમાંરહેતા શખ્સે અહી અમરેલીમાં પોતાના સસરાના ઘરે આવીને તેના પુત્રની માંગણી કરીને તેની પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ યુવાને તેના સસરાના ગાડીના કાચ ફોડીને નુકસાની કરી હતી. બારામાં અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અમરેલીના બટારવાડીમાં રહેતા હિનાબેન અફજલભાઇ પરમાર (ઉ.વ.25) નામની યુવતીએ ગઇકાલે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આટકાટ ખાતે રહેતો તેનો પતિ અફઝલ પરમાર ગઇકાલે તેના પિતાના ઘરે આવ્યો હતો. જ્યા યુવતીને તેનો દિકરો આપવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ શખ્સે તેના સસરાના ગાડીના કાચ ફોડીને નુકસાની કરી હતી.

કામમાં કાદર ગની પરમાર, ઇમરાન કાદર પરમાર અને તોફીક કાદર પરમાર નામના ત્રણ શખ્સોએ મદદગારી કરી હતી. બારામાં તમામ શખ્સો સામે યુવતીએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ્ટેબલ એચ.ડી.પરમારે આગળની કાર્યવાહી હાથધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો