• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • બાઇક તેમજ ખાનગી વાહન ચાલકો ફેલાવી રહ્યાં છે પ્રદુષણ

બાઇક તેમજ ખાનગી વાહન ચાલકો ફેલાવી રહ્યાં છે પ્રદુષણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાછેલ્લા ઘણા સમયથી વાહનોમા મસમોટા હોર્નના કારણે રાહદારીઓને હાલાકી પડી રહી છે. શહેરના માર્ગો પર પસાર થતા વાહનોમા મોટા હોર્નના અવાજના કારણે પ્રદુષણ ફેલાઇ રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોમા લગાવાયેલા મોટા હોર્ન દુર કરવાની કામગીરી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

શહેરમા બાઇક તેમજ મોટા વાહનોમા લગાવાયેલા મસમોટા હોર્નના કારણે લોકો ત્રસ્ત બન્યાં છે. મુખ્ય માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો સતત હોર્ન વગાડી પ્રદુષણ ફેલાવી રહ્યાં હોય મોટા હોર્ન દુર કરવામા આવે તે જરૂરી બન્યું છે.

સરકારી દવાખાના તેમજ શાળા કોલેજો અને સરકારી કચેરીઓ નજીક પણ અવાજનુ પ્રદુષણ ફેલાવાઇ રહ્યું છે.

ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા ફેરા કરતા વાહનોમા લગાવેલા મસમોટા હોર્નના કારણે શહેરમા પ્રદુષણ ફેલાઇ રહ્યું છે. ઉપરાંત શહેરની બજારોમાથી પસાર થતા છેલબટાઉ યુવાનો પણ પોતાના બાઇકમા મસમોટા હોર્ન લગાવી અવાજનુ પ્રદુષણ ફેલાવી રહ્યાં હોય ટ્રાફિક પોલીસ દ્વારા અંગે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામા આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...