• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ડુંગર ગામમાં પેરામિલીટ્રી ફોર્સની ફ્લેગમાર્ચ યોજાઇ

ડુંગર ગામમાં પેરામિલીટ્રી ફોર્સની ફ્લેગમાર્ચ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીતા. 9 ડીસેમ્બરના રોજ વિધાનસભાની ચુંટણી હોય સમગ્ર અમરેલી જિલ્લામાં પેરામીલેટ્રી ફોર્સના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં તમામ ગામોમાં પેરામીલેટ્રી ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી છે ત્યારે ડુંગર ગામે ચોથી વખત ફ્લેગમાર્ચ યોજાઇ હતી.આગામી તા.9ના રોજ વિધાનસભાની ચુંટણી આવતી હોય સમગ્ર અમરેલી જિલ્લાનાં દરેક ગામોમાં ચુંટણીના દિવસે શાંતિ અને વ્યવસ્થાના ભાગ રૂપે દરેક ગામોમાં પેરામિલેટ્રી ફોર્સના જવાનો તથા બીએસએફના જવાનો મુકવામાં આવ્યા છે. ડુંગરમાં તાજેતરમાં પીએસઆઇ, પોલીસ સ્ટાફ તેમજ પેરામીલેટ્રી ફોર્સના જવાનો દ્વારા ચોથી વખત ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. જેમાં ડુંગર પોલીસ સ્ટેશનથી લઇ, બારપરા વિસ્તાર, મફત પ્લોટ, કલ્યાણનગર, એસબીઆઇ રોડ જેવા તમામ વિસ્તારમાંથી પસાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...