ચોકીદાર હોઇ સફાઇ પણ થતા ચીફ ઓફીસરને રજુઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગોડાઉન કે એસ.ટી. ડેપો પાછળ જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલ છે. જે અમરેલી શહેર તથા અમરેલી તાલુકાની વ્યાજબી ભાવની દુકાનો મારફત આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે રાહત ભાવના ઘઉં, ચોખા, આયોડીન મીઠું વિગેરે ચીજવસ્તુઓનું વિતરણ સરકારની ફાળવણી મુજબનો જથ્થા વિતરણ કરવાની કામગીરી બજાવતી સરકારી યુનિટ છે. અહીં અનાજ ગોડાઉનની રોડ ઉપરની ખૂણાની દિવાલ નગરપાલિકાના સફાઈ ઉપાડતા લોડર દ્વારા પડી ગઈ છે તેથી દિવાલ ફરી ચણી આપવવા નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

અમરેલીમાં એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે જિલ્લા પંચાયતના રોડ પર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સરકારી અનાજ ગોડાઉન આવેલું છે. જેની રોડ પરની દિવાલ નગરપાલિકાના કચરો ઉપાડતા લોડર દ્વારા દીવાલ તૂટી ગયેલ છે. બાબતે અત્રેની જાણકારી મેળવી નગરપાલિકા ચીફ ઓફિસર તથા આરોગ્ય વિભાગના અધિકારીને ફોન કરી જાણ કરવામાં આવી હતી.

દિવાલ ફરીથી ચણી આપવા માટે નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે. કારણ કે અહીં કોઈ ચોકીદાર હોય સુરક્ષાના હેતુસર વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...