• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરમાં અનેક વિસ્તારો રસ્તા, ગટર અને પાણીથી વંચિત

અમરેલી શહેરમાં અનેક વિસ્તારો રસ્તા, ગટર અને પાણીથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક સુવિધા મળતા શહેરીજનોમાં તંત્ર સામે આક્રોશ

અમરેલીમાંઆવેલા અનેક વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકો રહે છે. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અપાઇ એવી માંગ ઉઠી છે. એકબાજુ વિકાસની વાત કરવામાં આવે છે તો બીજી બાજુ અમરેલી શહેર ના બહારપરા સહિતના વિસ્તારોમાં હજુ પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પછાત ગરીબ વિસ્તારોના લોકો હજુ પણ અનેક સુવિધાઓથી વંચિત છે. જેમકે બહારપરા, લક્ષ્મીનારાયણ મંદિર સામેનો વિસ્તાર, રોકડિયા પરા શેરી નંબર 1 જેવા અનેક પછાત વર્ગના વિસ્તારોમાં પાણી, રસ્તા, ગટરોથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે જેના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે.છેલ્લા કેટલાય સમયથી બહારપરા તેમજ રોકડિયા પરા વિસ્તારના લોકોને ગટરો, રસ્તાઓ અને પાણી માટે અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાને જાણકારી હોવા છતાં આંખ આડા કાન કરતા હોય તેવું લાગી રહ્યું છે. વિસ્તારના લોકો પાણી માટે અને પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તાત્કાલિક ધોરણે રોડ-રસ્તા ગટરો અને પાણીની નવી મોટી લાઈનો નંખાઇ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...