દરરોજ કચરો ઉપાડાતા લોકોમાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાછેલ્લા કેટલાક દિવસોથી ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરીમા અનિયમિતતા જોવા મળી રહી હોય અહીના જુદાજુદા વિસ્તારના રહિશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દિવસો એવા હોય છે કે જયારે કામગીરી બંધ રહે છે.

અમરેલીમા માણેકપરા સહિત અનેક વિસ્તારોમા હાલ ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરીમા અનિયમિતતા જોવા મળી રહી છે જેના કારણે રહિશોને હાલાકી ભોગવવી પડી રહી છે. અવારનવાર કામગીરી ખોરવાઇ જતી હોય એકઠો થયેલો કચરો કયાં ઠાલવવો તે અંગે ગૃહિણીઓમા મુંઝવણ અનુભવાઇ રહી છે.

ત્યારે તંત્ર દ્વારા કામગીરી નિયમિત શરૂ રહે તેવી કાર્યવાહી કરવામા આવે તેવુ ગૃહિણીઓ ઇચ્છી રહી છે. અનેક વખત ડોર ટુ ડોર કચરા કલેકશન કરતા કર્મીઓને પગાર ચુકવવામા આવતો હોય હડતાલ પાડી દે છે જેના કારણે કામગીરી ખોરવાઇ જાય છે. ઉલ્લેખનીય છે કે નિયમતિ રીતે ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવતા અમરેલી શહેરમાં ગંદકીનાં ગંજ ખડકાયા છે.

અન્ય સમાચારો પણ છે...