માર્ગમાં ખાડા, માટીનાં ઢગલા ખડકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાચક્કરગઢ રોડ પર માર્ગના ખોદકામ બાદ કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોય અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીથી શાળા કોલેજોના છાત્રો પણ પસાર થતા હોય છે.

ચક્કરગઢ રોડથી સરદાર ચોક સુધીનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખોદી નખાયા બાદ માર્ગ બનાવવાની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોય રહિશોમા રોષ જોવા મળી રહ્યો છે. અહી આડેધડ ખોદકામના કારણે તેમજ ઠેરઠેર માટીના ઢગલા ખડકાયેલા હોય અહીથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે. અહીના માર્ગ પર અનેક સોસાયટીઓ આવેલી છે ત્યારે ખાસ કરીને અહીથી રાત્રીના સમયે પસાર થતા રાહદારીઓ કે નાના વાહન ચાલકોને અકસ્માત થવાની ભિતી પણ સતાવી રહી છે ત્યારે માર્ગનુ કામ તાકિદે પુર્ણ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...