• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ચૂંટણીનાં મનદુ:ખમાં યુુવાન પર પાંચ શખ્સોએ કર્યો હુમલો

ચૂંટણીનાં મનદુ:ખમાં યુુવાન પર પાંચ શખ્સોએ કર્યો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીંબલાનાં યુવાન પર લાકડી લઇને તૂટી પડ્યા

અમરેલીતાલુકાના ટીંબલા ગામના એક યુવાન પર તાજેતરમા યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીના મનદુખમા પાંચ શખ્સોએ લાકડી વડે હુમલો કરી મારમારી ઇજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

યુવાન પર હુમલાની ઘટના ગઇકાલે રાત્રે નવેક વાગ્યાના સુમારે અમરેલી તાલુકાના ટીંબલા ગામે બની હતી. અહીના ચંપુભાઇ જીલુભાઇ વાળા (ઉ.વ.30) નામના યુવાન પર તે ગામના કશુ દડુભાઇ, ધીરૂ દડુભાઇ, અજય કશુ, પ્રદિપ ઉમેદભાઇ અને પથુ નજુભાઇ નામના શખ્સોએ હુમલો કર્યો હતો. ચંપુભાઇ વાળાએ અમરેલી તાલુકા પોલીસમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું છે કે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીનુ મનદુખ રાખી ગઇરાત્રે પાંચેય શખ્સોએ તેમને તથા તેમની સાથે રહેલા ભુપતભાઇને લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી જેને પગલે બંનેને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બનાવની તપાસ પીએસઆઇ આર.બી.ગોજીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...