અમરેલીમાં કળીયુગી પુત્રએ પિતાને માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂ. 500 નહી આપતા માર મારી ઘાયલ કર્યા

સગાપુત્રએપિતાને મારમાર્યાની ઘટના અમરેલીમા વૃંદાવન પાર્ક-1 સોસાયટીમા બની હતી. અહી રહેતા અને હાલમા નિવૃત જીવન ગાળતા બળવંતગીરી ભગવાનગીરી ગોસાઇ (ઉ.વ.70)નામના બાવાજી વૃધ્ધે બારામાં પોતાના પુત્ર રાજેશગીરી સામે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા તેણે જણાવ્યું છે કે તેના પુત્રએ ગઇકાલે તેની પાસે રૂપિયા પાંચસો માંગ્યા હતા. પરંતુ તેની પાસે આટલા પૈસા હોય તે આપવાનો તેણે ઇનકાર કર્યો હતો જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેમને ગાળો દઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. પોલીસે યુવકની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...