તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંજરાપોળમાં 1034 ગૌવંશનો નિભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી શહેરમાં 80 વર્ષથી ઠેબીના કાંઠે પ્રગટેલી છે ગૌસેવાની જયોત

અમરેલીજિલ્લામા ગૌસેવાની પ્રવૃતિ ફુલીફાલી છે. અમરેલીની પાંજરાપોળ ગૌશાળા પાછલા 80 વર્ષથી શહેરમા ગાયોની સેવા કરી રહી છે. સમયના માર અને અડચણો સહીને પણ ગૌશાળા આજેય અડીખમ ઉભી છે. સેવાભાવી મહાજનોના પ્રતાપે હાલમા 1034 ગૌવંશનો અહી નિભાવ થઇ રહ્યો છે.

અમરેલીમા રમણીય ઠેબી નદીના કાંઠે આવેલી પાંજરાપોળ ગૌશાળા એટલે એક જમાનાથી ગાયોની થતી સેવાનો અનોખો ઇતિહાસ. અહીની પાંજરાપોળ ગૌશાળાની સ્થાપના 1936ની સાલમા થઇ હતી. ત્યારથી લઇને આજદિન સુધી સંચાલકો, સેવાભાવીઓની મદદથી નિરંતર ગાય માતાની સેવા થતી રહી છે. અડચણો અનેક આવી, તકલીફો અનેક આવી પરંતુ ગૌસેવાની પ્રવૃતિને ઉની આંચ આવી.

હાલમા પાંજરાપોળ ગૌશાળામા 1034 ગાય, બળદોનો નિભાવ થાય છે. દિલીપભાઇ પરીખ, રસીકભાઇ શાહ, પ્રફુલભાઇ ઠુંમર, મુકુંદભાઇ લીલીયાવાળા, ભુપતભાઇ શાહ, જયંતભાઇ ફિણવીયા વિગેરેએ સેવાની સુવાસ જીવતી રાખી છે અને દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે.

અમરેલીની પાંજરાપોળમા ગૌવંશના એકાદ હજાર પશુઓ તો કાયમ માટે હોય છે જેના નિભાવ માટે રૂ.50 હજાર જેવો દૈનિક ખર્ચ આવે છે. દાતાઓના સહયોગથી ખર્ચને પહોંચી વળાય છે.

ગાયની જાળવણી માટે દૈનિક 50 હજારનો ખર્ચ

અન્ય સમાચારો પણ છે...