કૃષિ પાક સુરક્ષા યોજનામાં 750 કરોડ અપાતા આનંદો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોજનાનો વધુને વધુ લાભ લેવા અનુરોધ

અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયાએ કૃષિ પાક સુરક્ષા યોજનામા રાજય સરકાર તરફથી રૂ. 750 કરોડ ફાળવવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ કેબીનેટ બેઠકમા ખેડૂતોને રોઝ અને ભુંડના ત્રાસમાથી બચાવવા ખેડૂતોને કાંટાળા તારની વાડની યોજના હેઠળ ત્રણ વર્ષમા 750 કરોડ રૂપિયાની સહાય માટેનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

તેમણે વધુમા જણાવ્યું હતુ કે પહેલા રાજય સરકાર તરફથી રૂ. 219 પ્રતિ રનીંગ મીટર દરેથી સામાન્ય જાતિના ખેડૂતોને 50 ટકા સહાય અને અનુ.જાતિના ખેડૂતોને 80 ટકા સહાય આપવામા આવતી હતી જેના બદલે હવેથી રનીંગ મીટરના રૂ. 300 કરવામા આવેલ છે અને વાડ નીચેના ભાગમા જાળીની જોગવાઇ પણ કરવામા આવેલ છે. ઉપરાંત યોજના હેઠળ ખેડૂતોને સત્વરે મંજુરી મળી રહે તે માટે સરકાર તરફથી ત્વરિત કાર્યવાહી પણ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...