• Gujarati News
  • સાંસદને 1 હજાર લોકોની સહીઓ સાથે અરજી આપી રજૂઆત

સાંસદને 1 હજાર લોકોની સહીઓ સાથે અરજી આપી રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંલાઠી રોડ પર આવેલ રેલવે ફાટક નં-19ની પહોળાઇ વધારવાની માંગણી સાથે વિસ્તારના રહિશો દ્વારા એક હજાર લોકોની સહીઓવાળી અરજી સાથે સાંસદને રજુઆત કરવામા આવી હતી. અહી ફાટક સાંકડુ હોવાથી અને હાઇવે પર વાહનોનો ભારે ધસારો હોવાથી અહી કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાતી રહે છે.

લાઠી રોડ આસપાસના રહિશો દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયાને કરવામા આવેલી રજુઆતમાં જણાવાયું હતુ કે લાઠી રોડ પર આવેલ રેલવે ફાટક નં-19ની પહોળાઇ વધારવામા આવે તે જરૂરી છે. અહી ફાટક સાંકડુ હોવાથી અવારનવાર અહી ટ્રાફિક જામની સ્થિતી સર્જાતી રહે છે. ત્યારે પ્રશ્ને સાંસદ દ્વારા રેલવે વિભાગના અધિકારીઓને જાણ કરાઇ હતી.

લાઠી રોડ પરનુ ફાટક પહોળુ બનાવવાની કામગીરી ટુંક સમયમા શરૂ થશે તેવી સાંસદ દ્વારા ખાતરી આપવામા આવી હતી. તકે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતીના કન્વીનર વસંતભાઇ મોવલીયા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી દિપકભાઇ વઘાસીયા, રીતેશભાઇ સોની, અમીતભાઇ મેતલીયા, રાજુભાઇ દેસાઇ, મેહુલભાઇ દેસાઇ, ધીરૂભાઇ ગજેરા, દિનેશભાઇ કાબરીયા, બાલુભાઇ બાબરીયા, મુળજીભાઇ પાનેલીયા, રૂતુલભાઇ, હિતેષભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. અને ટ્રાફીક સમસ્યા હળવી બને તે અંગે ચર્ચા કરી હતી.