• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીના દહિંડામા ગામતળમાં દબાણ મુદ્દે ધરણા કરાશે

અમરેલીના દહિંડામા ગામતળમાં દબાણ મુદ્દે ધરણા કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીતાલુકાના દહિંડા ગામે ગ્રામપંચાયતની નીમ થયેલ પ્લોટ નં 92 થી 99માં પટેલવાડીનું બિન પરવાનગીથી બાંધકામ કરવામા આવ્યું હોય પ્રશ્ને દહિંડા ગ્રામપંચાયતના સદસ્ય અને સામાજીક ન્યાય સમિતીના ચેરમેન દ્વારા 10 દિવસથી જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે પ્રતિક ઉપવાસ કરવામા આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

દહિંડામા ગામતળની જમીનમાં દબાણ કરવામા આવ્યું હોય પ્રશ્નને લઇને અમરશીભાઇ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામા આવી રહ્યાં છે. તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામા આવી હોવા છતા હજુ સુધી દબાણ દુર કરવાની કોઇ પ્રકારની કાર્યવાહી કરવામા નથી આવી. સમયમર્યાદામા જે દબાણ ખુલ્લુ થવુ જોઇએ તે થતુ નથી.

15 એપ્રિલ 1971ના મામલતદારના હુકમમા દર્શાવેલ શરત નં 1 થી 6મા જણાવેલ શરતોનો સરેઆમ ભંગ કરેલ છે તેમ છતા દબાણકારને છાવરવા અને જેને દબાણ કર્યુ છે તેઓને છેલ્લી નોટીસ આપવી અને તેઓ દબાણ ખુલ્લુ કરે તો સરકાર તેઓના ખર્ચે અને જોખમે સમય મર્યાદામા દબાણ દુર કરવાની કાર્યવાહી ઝડપથી કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

દબાણ દુર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...