• Gujarati News
  • ખેતીની જમીનના લેખોમાં પક્ષકારોનંુ વિડીયો રેકોર્ડીંગ થશે

ખેતીની જમીનના લેખોમાં પક્ષકારોનંુ વિડીયો રેકોર્ડીંગ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજમીન નોંધણી નિરીક્ષકનાં જણાવ્યા પ્રમાણે ખેતીની જમીનનાં લેખ કરવામાં પક્ષકારોનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે. અભણ અને અજ્ઞાન ખેડૂતો કોઇપણ પ્રકારની છેતરપીંડીનો ભોગ બને તેમજ કોર્ટ કચેરીની કાર્યવાહીઓથી બચે તે હેતુથી વધારાની સાવચેતીના પગલાઓના ભાગરૂપે ખેતીની જમીનના લેખોમાં પક્ષકારોનુ વિડીયો રેકોર્ડીંગ કરવામા આવશે. અમરેલી નોંધણી નિરિક્ષક પી.જે.રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, પ્રક્રિયાથી છેતરપીંડીનો ભોગ બનતા ખેડૂતોને ઘણો લાભ થશે.