તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં બ્રહ્મ સમાજે કલેક્ટરને આપ્યુ આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંઆમ આદમી પાર્ટીના મહિલા નેતાએ સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે બ્રહ્મસમાજ વિશે આપત્તીજનક ટીપ્પણીઓ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને અમરેલી શહેરમાં આજે બ્રહ્મસમાજે અંગે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવા ઉચ્ચારણો કરનાર મહિલા સામે કડક પગલા લેવા માંગ કરી છે. આજે બપોરે જીલ્લા કલેક્ટરને અમરેલી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનમાં જણાવ્યુ છે કે આમ આદમી પાર્ટીના મહિલા આગેવાને કરેલી ટીપ્પણી ભારે અભદ્ર છે. જેના કારણે બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. જેથી તેમના વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. બ્રહ્મ સમાજ ક્યારેય પણ વર્ગ-વિગ્રહમાં માનતો નથી. પરંતુ વાણી સ્વાતંત્રનો આવો ગેરઉપયોગ ચલાવી શકાય નહી. સમાજમાં ઉશ્કેરણી ફેલાવવાનું કામ છે. જેની સામે સરકારે આકરા પગલા લેવા જોઇએ.

આવા અપમાનજનક ટીપ્પણીઓની બ્રહ્મસમાજ કોઇ કાળે નહી સહન કરે. જરૂર પડયે સરકાર સામે આંદોલન પણ કરાશે અને તેનું પરિણામ ભોગવવા મહિલા આગેવાને તૈયાર રહેવુ પડશે.

બ્રહ્મ સમાજના પરેશભાઇ આચાર્ય, સંજયભાઇ મહેતા, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી દિલીપભાઇ મહેતા, હરેશભાઇ જોષી, સંદીપભાઇ પંડયા, સિધ્ધાર્થભાઇ ઠાકર, મનોજભાઇ ભટ્ટ, મુકેશભાઇ તેરૈયા, જયેશભાઇ જોષી વિગેરે દ્વારા આવેદન અપાયુ હતું.

જરૂર પડયે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો