• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરમાં વિનામુલ્યે 73મો નેત્રયજ્ઞનું આયોજન

અમરેલી શહેરમાં વિનામુલ્યે 73મો નેત્રયજ્ઞનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના ઉપક્રમે આયોજન

અમરેલીમાંગાયત્રી શકિતપીઠ અને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના ઉપક્રમે વિનામુલ્યે 73મો નેત્રયજ્ઞ યોજાશે. કેમ્પમા નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામા આવશે. અને જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન કરી આપવામા આવશે.

ગાયત્રી શકિતપીઠ તેમજ રણછોડદાસજીબાપુ હોસ્પિટલ અને સ્વ.મોહનભાઇ વેલાભાઇ વોરા તથા સ્વ.દુધીબેન મોહનભાઇ વોરા હસ્તે ગોરધનભાઇ વોરા અને લીલાબેનના સહયોગથી આગામી તા. 21ના રોજ સવારે 9:30 થી 12 સુધી વિનામુલ્યે નેત્રયજ્ઞ-નેત્રમણીની સુવિધા સાથેનો નેત્રયજ્ઞ યોજાશે.

નેત્રયજ્ઞમા આંખના રોગોનુ નિદાન કરી જરૂરિયાતવાળા મોતીયાના ઓપરેશનવાળા દર્દીને શ્રી રણછોડદાસજીબાપુ હોસ્પિટલ રાજકોટ બસમા લઇ જઇ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર વિનામુલ્યે ઓપરેશન કરી આપવામા આવશે. અને નેત્રમણી બેસાડવામા આવશે. ઓપરેશન માટે જનાર દર્દીએ પોતાની ઓળખ માટે ચુંટણીકાર્ડ સાથે લાવવાનુ રહેશે. કેમ્પમા ભાગ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી જે.વી.આચાર્યએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...