• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • િજલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાનો લાભ લેવા અનુરોધ

િજલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાનો લાભ લેવા અનુરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ નુકશાનીના દસ્તાવેજ સાથે અરજી કરવી

જિલ્લામાંઅનેક સ્થળે કપાસ અને મગફળીના પાકમા ઇયળ અને જીવાતનો ઉપદ્વવ વધી જતા ખેડૂતો મુંઝવણમા મુકાયા છે. એક તરફ અપુરતો વરસાદ અને એમાય ખેતી પાકમા ઇયળ અને જીવાતનો ઉપદ્વવ વધતા અનેક સ્થળે પાક નિષ્ફળ ગયો છે જેને પગલે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ત્યારે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના અંતર્ગત જુદાજુદા ચાર પ્રકારના જોખમોમા નુકશાનની આકારણી માટે રાજય સરકારના ઠરાવ મુજબ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લાકક્ષાએ કમિટીની રચના કરવામા આવી છે. પાક નુકશાન માટે વિમો લીધેલ હોય તેવા ખેડૂતોની અરજીઓ, નુકશાનીના દસ્તાવેજ પુરાવા સાથે જે તે તાલુકા પંચાયત ખાતે, વિસ્તરણ અધિકારી ખેતી, વિમા કંપનીના પ્રતિનિધી અથવા ગ્રામ્યકક્ષાએ ગ્રામ સેવકને રજુ કરી તે બાબતની પહોંચ મેળવી લેવાની રહેશે. ગ્રામ્ય કક્ષાના મેજર પાકના યુનિટનો સર્વે ગ્રામ્યકક્ષાની કમિટી અને તાલુકા કક્ષાના માઇનોર પાકનો સર્વે તાલુકા કક્ષાની કમિટી દ્વારા કરવામા આવશે. પાત્રતા ધરાવતા ખેડૂતોને યોજનાનો લાભ લેવા નાયબ ખેતી નિયામકે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...