તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શહેરમાં રઝળતા ઢોરનો ત્રાસ : ડબ્બે પુરવા લોકોની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં રઝળતા ઢોરનો ત્રાસ : ડબ્બે પુરવા લોકોની માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવારનવાર માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતી , પાલિકાની ઉંઘ ઉડે અને કાર્યવાહી કરે એવી માંગ

અમરેલીમાછેલ્લા ઘણા સમયથી રેઢીયાર ઢોરના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. રેઢીયાર ઢોરના ટોળા માર્ગો પર અડિંગો જમાવીને બેસી જતા હોય અવારનવાર ટ્રાફિક જામની સ્થિતી સર્જાતી રહે છે. ઉપરાંત શાકમાર્કેટ સહિતના વિસ્તારો આસપાસ પણ રેઢીયાર ઢોરના આંટાફેરાથી લોકોને અગવડતા વેઠવી પડી રહી છે. અમરેલી શહેરમાં રેઢીયાર ઢોરના ત્રાસથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. અહીના ચક્કરગઢ રોડ પર તો દરરોજ સવારથી રાત સુધી રેઢીયાર ઢોરના ટોળા માર્ગો પર અડિંગો જમાવીને બેસી રહે છે જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. અહી અવારનવાર ટ્રાફિક જામની સ્થિતી જોવા મળે છે. અહીના મુખ્ય માર્ગો પર પણ રેઢીયાર ઢોર અડિંગો જમાવે છે. અહીની શાકમાર્કેટ નજીક પણ રેઢીયાર ઢોર અવારનવાર લોકોને ઢીંકે ચડાવી નાની મોટી ઇજા પહોંચાડી રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમા વડોદરા, રાજકોટ સહિતના શહેરોમા આખલાની લડાઇમા એક વ્યકિતએ જીવ ગુમાવ્યો હતો તેમજ અન્યને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો