તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શરમનો બોજ દુર કરવો જરૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શરમનો બોજ દુર કરવો જરૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાં બાળ મજુરી પ્રથા નાબુદી સેમિનાર યોજાયો

ગુજરાતસરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જિલ્લાકક્ષાના સહિયારી કુચ અંતર્ગત બાળમજુરી પ્રથા નાબુદી સેમીનાર જિલ્લાના પ્રભારી અને પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડીયાની ઉપસ્થિતીમાં યોજવામા આવ્યો હતો. મંત્રી કવાડીયાએ દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકી જણાવ્યું હતુ કે બાળમજુર પ્રથા નાબુદ કરવી જરૂરી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમના પરથી શ્રમનો બોજ દુર કરવો જરૂરી છે. બાળ મજુરી અટકશે અને બાળક તંદુરસ્ત રહેશે તે અભ્યાસ સારી રીતે કરી શકશે. ભાવિ નાગરિકોના સારા ઘડતર માટે બાળ મજુરી પ્રથાનુ નિવારણ જરૂરી છે. બાળ મજુરી પ્રથાના નિવારણ માટે રાજય સરકાર દ્વારા કરવામા આવતી પ્રવૃતિ વિશે તેમણે જણાવ્યું હતુ કે ભારત સરકાર દ્વારા તા. 30 જુલાઇ 2016ના રોજ બાળમજુર અધિનિયમ 1986મા કરવામા આવેલ મહત્વના સુધારાની જાણકારી આપવામા આવી હતી. 14 વર્ષથી નીચેના બાળકો મજુરી કરતા અટકે અને શાળાએ નિયમિત રીતે જઇ અભ્યાસ કરી શકે તે અંગે સમાજમા જાગૃતિ લાવવા આહવાન કરવામા આવ્યું હતુ. સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતુ કે કોઇપણ બાળકના ઘડતરમા શિક્ષણ પાયાની જરૂરિયાત છે. ભાવિ નાગરિકો બાળમજુરી કરતા અટકે અને શિક્ષણનો અધિકાર મેળવી શકે તે જરૂરી. બાળ મજુરી અટકાવી શિક્ષણનો વ્યાપ વધારવા માટે સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો. સેમીનારમા જિલ્લા કલેકટર દિલીપકુમાર રાણા, જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમાર, દિપકભાઇ ચૌહાણ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો