તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં એલાયન્સ કલબનો શપથ સમારોહ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં એલાયન્સ કલબનો શપથ સમારોહ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિસ્ટ્રીકટ ગર્વનર પદે રાજેશભાઇ પટેલે શપથ ગ્રહણ કર્યા

અમરેલીમાંએલાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા શપથ સમારોહનું આયોજન કરવામા આવ્યું હતુ. એલાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગર્વનર પદે રાજેશભાઇ પટેલને શપથ લેવડાવ્યા હતા. એલાયન્સ કલબના પ્રમુખ અનુપ મિતલજી તેમજ અનીતા મિતલજીની ઉપસ્થિતીમા કાર્યક્રમ યોજાયો હતો.

અમરેલીમાં એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આયોજીત શપથ સમારોહ એલાયન્સ કલબના ઇન્ટરનેશનલના પ્રમુખ અનુપ મિતલજી અને અનીતા મિતલજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રસંગે અમરેલી ડિસ્ટ્રીકટ ગવર્નર રાજેશભાઇ પટેલ, મીનાબેન સોંડાગર, રાજેશભાઇ માધવાણી, પ્રતિકભાઇ ગઢાદરા, પંકજભાઇ મહેતા, પરેશભાઇ સોલંકી, અનસુયાબેન મહેતા, જયોત્સનાબેન ગાંધી વિગેરેને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

તકે ધીરૂભાઇ કોઠીયા, રમેશભાઇ નાગર, ડો. ગજેરા, પાલિકા પ્રમુખ અલકાબેન ગોંડલીયા સહિત ઉપસ્થિત રહ્યાં હતા. બાદમાં ફોરવર્ડ હાઇસ્કુલના ટ્રસ્ટી વિઠ્ઠલાણી સાહેબનો સન્માન સમારોહ યોજાયો હતો. અહી અનુપ મિતલજીના હસ્તે ફોરવર્ડ સ્કુલ ખાતે કોમ્પ્યુટર હોલનુ ઉદ્દઘાટન કરાયુ હતુ. ઉપરાંત લોહાણા સમાજ દ્વારા આયોજીત સરસ્વતી સન્માન સમારોહમા પણ અનુપ મિતલજી, અનીતા મિતલજી, દિલીપભાઇ સંઘાણી, વિરજીભાઇ ઠુંમર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

એલાયન્સ કલબ દ્વારા યોજાયેલ શપથ સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો