તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં સારસ્વત સન્માન કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાટક, વેશભુષા, ગઝલ, કવ્વાલી, સમૂહગીત સહિતના કાર્યક્રમો યોજાયા

અમરેલીમાંડો.જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા અને શ્રીમતી ચંપાબેન વસંતભાઇ ગજેરા સ્કુલ વિભાગના સંયુકત ઉપક્રમે શિક્ષકદિન નિમીતે સારસ્વત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ.

સારસ્વત સન્માન કાર્યક્રમમા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવ્યા હતા. અહી વિદ્યાસભા સ્કુલના ભુતપુર્વ શિક્ષકો જેઓ હાલ સરકારી વિભાગમા કાર્યરત હોય તથા હાલ ફરજ બજાવતા શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું ટ્રસ્ટીઓ અને કેળવણીકારો તથા સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયુ હતુ.

પ્રસંગે શિક્ષકોની પ્રતિભા, કૌશલ્યથી નાટક, વેશભુષા, ગઝલ, કવ્વાલી, સમુહગીત, હાસ્ય દરબાર જેવી કૃતિઓથી દર્શકોને મનોરંજન પુરૂ પાડયુ હતુ. સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઇ પટેલ દ્વારા તમામ મહેમાનો અને વાલીઓનુ સ્વાગત કરાયુ હતુ.

હાલમાં ફરજ બજાવતા અને નિવૃત્ત શિક્ષકોનું ટ્રસ્ટીઓ અને કેળવણીકારો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. તસવીર- પ્રકાશ ચંદારાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો