તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં દુંદાળા દેવની ભાવભેર આરાધના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાળકોને એક વૃક્ષ આપી બે હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

અમરેલીશહેરમા ગણેશ મહોત્સવની ધુમ ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે અહીના ચક્કરગઢ રોડ પર વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવનુ આયોજન કરાયુ છે. ટ્રસ્ટના પ્રમુખ ચેતનકુમાર ડેરના માર્ગદર્શન હેઠળ ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ રાસ ગરબા, આખ્યાન, બાળ સ્પર્ધા, બટુક ભોજન, વિદ્યાર્થી તેમજ દાતાઓનુ સન્માન, સત્યનારાયણ કથા સહિતના કાર્યક્રમો યોજાશે. અહી પર્યાવરણ જાળવણીના ઉદ્દેશથી સ્પર્ધામા ભાગ લેનાર દરેક બાળકને એક એક વૃક્ષ આપીને વૃક્ષારોપણના આશયે બે હજાર જેટલા રોપાઓનુ વિતરણ કરવામા આવશે. કાર્યક્રમને સફળ બનાવવા ચેતનભાઇ, દેવેન્દ્રભાઇ દેવમુરારી, ઉદયભાઇ, આનંદભાઇ, રાજેશભાઇ ધાનાણી સહિત ટીમ જહેમત ઉઠાવી રહી છે.

ગણેશ મહોત્સવ નિમિતે બટુક ભોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો