તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુરખીયાની વાડીમાંથી 65 હજારના કેબલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયામાંથી મોટર સાયકલ ચોરાયુ

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

અમરેલીજિલ્લામા જુદા-જુદા બે સ્થળો પર ચોરીની ઘટના બની હતી. જેમા લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક યુવાનની તથા તેના મિત્રોની વાડીમાંથી રૂા. 65 હજારનો કેબલ ચોરી થઇ ગયો હતો. જ્યારે અન્ય એક ઘટનામા લીલીયામા રહેતા એક યુવાનનુ મોટર સાયકલ ચોરી થઇ ગયુ હતુ. અંગે પોલીસ મથકમા ફરીયાદ નોંધાવાઇ હતી.

ચોરીની ઘટના લાઠી તાલુકાના ભુરખીયા ગામે બની હતી. અહી રહેતા પરેશભાઇ ભીખાભાઇ નાડોદા ની વાડીમાં તથા તેના મિત્રોની વાડીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તેઓની વાડીમા રાખેલો 950 મીટર કેબલ તથા સબમર્શીબલ મળી કુલ રૂા. 65 હજારનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા લાઠી પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાબતે યુવાને તસ્કરો વિરૂધ્ધ લાઠી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક ઘટનામા લીલીયામા રહેતા મેહુલકુમાર વ્રજલાલ વનરાએ પોતાના રહેણાંકની બહાર પોતાનુ જીજે 14 એસ 4918 નંબરનુ મોટર સાયકલ પાર્ક કર્યુ હતુ. તે દરમિયાન કોઇ તસ્કરો અહી ત્રાટક્યા હતા. અને તેમનુ રૂા. 18 હજારની કિંમતનુ મોટર સાયકલ ચોરી કરી લઇ ગયા હતા. બાબતે તેમણે લીલીયા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...